પોલીસ
આટઁસ એન્ડ કોમર્સ કોલેજમાં નારી શક્તિ વંદના કાયઁક્રમ યોજાઈ ગયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્માની ડી ડી ઠાકર આટઁસ એન્ડ કે જે પટેલ કોમર્સ કોલેજ ખાતે નારી શક્તિ વંદના ઉત્સવ અને મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ
વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા લગતા કાયદાઓ અને સાયબર ક્રાઈમ વિષય ઉપર માર્ગદર્શન આપતો સેમિનાર રાખવામાં આવેલ અને જનજાગૃતિનો સંદેશ હર ઘર સુધી પહોચાડવા માટે ખેડબ્રહ્મા શહેરમાં વિધાર્થીઓની રેલી યોજાઈ હતી.
આ પ્રસંગે પ્રજ્ઞાબેન પટેલ, ડીવાયએસપી પાયલ સોમેશ્વર, પીએસઆઈ એ વી જોશી, જિલ્લા પંચાયતના સદસ્ય સોનલબેન,સાયબર ક્રાઈમ
પીએસઆઈ પ્રજાપતિ તથા કોલેજના મંત્રી હરિહર પાઠક અને આચાર્ય વી સી.નિનામા અને વિધાથીઁઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.