જનપથ ટ્રસ્ટ તથા નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર દ્રારા લાંબડીયામાં આરોગ્ય કેમ્પ યોજાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
તા.૩ ઓગસ્ટ ના રોજ જનપથ ટ્રસ્ટ તથા GACL ફાઉન્ડેશન, આરોગ્ય & પરિવાર કલ્યાણ વિભાગ તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટર અને નૂતન જનરલ હોસ્પિટલ,
વિસનગરના સહયોગથી અંતરીયાળ સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમા
ખેડબ્રહ્મા વિભાગ ના નાયબ કલેકટર નિમેષ પટેલ ના હસ્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનુ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.
આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પમાં પોશીના તાલુકાના 76 ગામોના 812 દદીઁઓએ લાભ લીધો હતો. આ સાથે આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા. આરોગ્ય કેમ્પ નો લાભ લેનાર
તમામને દવાઓ સાથે કેળાં પણ આપવામાં આવ્યા હતા. આ સિવાય જે વ્યક્તિ ને આગળ વધુ સારવાર ની જરૂર જણાઈ તેઓ ની અલગ યાદી બનાવીને આગામી દિવસો માં તેઓને વિસનગરની નૂતન
જનરલ હોસ્પિટલ ખાતે વિના મુલ્યે સારવાર માટે લઈ જવાશે તેવુ હરિણેશ પંડયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આજના આરોગ્ય કેમ્પની ખુબજ સારી સફળતા બાદ આવતા મહીને આ પ્રકારે પોશીના ખાતે ફરીથી આરોગ્ય કેમ્પ કરવાનુ આયોજન કરવામાં આવશે.
આરોગ્ય કેમ્પમાં અતિથી વિશેષ તરીકે પોશીના તાલુકા વિકાસ અધિકારી નરેશ ચૌધરી, પોશીના આરોગ્ય અધિકારી બનેસિંહ ગઢવી તથા જનપથ
સંસ્થા ના ચેરમેન હરીણેશ પંડ્યા, નૂતન જનરલ હોસ્પિટલ ના ટ્રસ્ટી અમરતભાઈ , ઉન્નતી સંસ્થા ના કોર્ડીનેટર વિરેન્દ્રભાઈ અને તાલુકા અને જીલ્લા સંગઠન માંથી લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.