આજથી પવિત્ર શ્રાવણ માસની શુભ શરુઆત સાથે ભક્તો પહોચ્યા શિવ ના દ્રારે
આજે પ્રથમ સોમવાર : સવારથી મંદિરોમાં દૂધ, મધ ની અભિષેકની ધારા વહી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજે પવિત્ર શ્રાવણ માસની શુભ શરુઆત પ્રથમ સોમવારથી થતાં દેવાધીદેવ મહાદેવની ભક્તિ, પૂજા, આરાધના માટે ભક્તો પણ તૈયાર થઈ ને વહેલી સવારથી શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથ ને રીઝવવા દૂધ, બીલીપત્રો સહીત પૂજા – અચઁના કરતા જોવા મળ્યા હતા.
જપ-તપ-ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતાં બ્રહ્માને સજઁનહાર દેવ, વિષ્ણુને પાલનપુર દેવ અને શિવને સંસારમાંથી ભવસાગરમાંથી પાર ઉતારનારા મુક્તિના સ્વામી એવા ભગવાન શિવની ભક્તિ કરવા માટે, રીઝવવા માટે ભક્તો આજથી એક માસ સુધી શિવ ભક્તિમાં લીન થવા, ભગવાનને પ્રસન્ન કરવા માટે રસ તરબોળ થશે.
આજે શ્રાવણના પ્રથમ સોમવારે ખેડબ્રહ્મા શહેરના શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે સાડા પાંચ વાગે આરતી કરવામાં આવી ત્યારે ભક્તો પણ ઉપસ્થિત રહીને શિવમય બન્યા હતા. એજ રીતે
પક્ષેન્દ્રનાથ મહાદેવ, રામેશ્વર મહાદેવ, ભૃગુરુષી મહાદેવ મંદિર ની સાથે વિજયનગરના વિરેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો દશઁન માટે ઉમટયા હતા.
શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરના પૂજારી અતુલભાઈ ત્રિવેદીએ જણાવેલ કે આ મંદિરમાં શ્રાવણના દર સોમવારે સવારે ૫-૩૦ કલાકે અને બાકીના દિવસોમાં ૬ – ૦૦ કલાકે આરતી કરવામાં આવશે.
જોગાનુજોગ આ શ્રાવણ માસ સોમવારે શરુ થતો હોવાથી, ત્રીજા સોમવારે રક્ષાબંધન, ચોથા સોમવારે જન્માષ્ટમી અને પાંચમા સોમવારે સોમવતી અમાસ નો સંયોગ છે.