ખેડબ્રહ્મા નગરપાલિકામાં અંધેર વહીવટ : કોના બાપની દિવાળી…?
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા પડતાં નગરપાલિકા તંત્રએ ખાડા વાળી જગ્યાએ શહેરમાં સવારે મેટલ નાખીને કામચલાઉ રીતે ખાડા પૂયાઁ હતા અને તે જ સાંજે શિતલ ચોકમાં આર.સી.સી.થી રોડ રીપેરીંગ કયોઁ હતો. ડબલ ખચઁનો આ છે નગરપાલિકાનો વહીવટ…
શિતલ ચોકમાં સવારે મેટલ અને રાત્રે આર.સી.સી.થી રોડ રીપેર થતાં નાગરીકોમાં આશ્ચર્ય ફેલાયુ હતુ. આ ઘટના પરથી એવુ તો ચોક્કસ સાબીત થાય છે કે ખેડબ્રહ્મા નગરપાલિકામાં અંધેર વહીવટની સાથે સંકલનનો અભાવ તેમજ આ રીતે ડબલ ખચાઁ થતાં કોના બાપની દિવાળી… ? જેવો ઘાટ સજાઁયો હતો. જો આ રીતે વહીવટ ચાલતો રહેશે તો એક સમયે કમઁચારીઓને પગાર તથા સ્ટ્રીટ લાઈટ બીલ ના રુપિયા ભરવાના ફાંફા પડશે તે ચોક્કસ દેખાઈ રહ્યુ છે.
નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફીસર અને એન્જીનીયરની કેબીન વચ્ચે ફક્ત દિવાલ જ છે. તો શુ બંને અધિકારીઓ પોતાની ચેમ્બરમાં બેસીને વહીવટ કરવાને બદલે જરા બહાર ડોકીયુ કરે તેવી પ્રજામાં ચચાઁ થતી જોવા મળી હતી.