ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષા ના “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાઈ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સમગ્ર વિશ્વમાં ૧૯૯૪ ના વષઁથી ૯ મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે જે અંતર્ગત આજે રાજય કક્ષાના “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી ખેડબ્રહ્માની નવીમેત્રાલની
આરડેકતા ઈન્સ્ટીટયુટ ખાતે યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાને આદિવાસીઓના જન્મ કલ્યાણ અને ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓ રજૂ કરી અંદાજે એક કરોડથી વધારે ના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યા હતા. સાથોસાથ પૂર્વની સરકારો દ્વારા
આદિવાસીને તેના હકથી દૂર રાખવાની રજૂઆત કરાઈ હતી. આ તબક્કે બોલતા રાજ્યના કેબીનેટ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી આરડેકતા ઈન્સ્ટિટ્યૂટ ખેડબ્રહ્મા ખાતે યોજાઈ છે જેમાં
ગુજરાતના મુખ્યપ્રધાનના હસ્તે એક કરોડની યોજનાઓના લોકાર્પણ તેમજ ખાતમુરત કરાયા છે અને ૨૦૦૦૦ થી વધારે લાભાર્થીઓને આજે સીધો લાભ આપવાનો પ્રયાસ કરાયો છે જોકે પૂર્વની સરકારો
દ્વારા આદિવાસી ને તેના હકથી દૂર રાખવાનો પ્રયત્ન કરાયો હતો તેની જગ્યાએ આજે તેના હક પત્રો આપવાનું આયોજન હાથ ધરાયું છે જે સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવ રૂપ બાબત છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનુ તાદશ્ય ઉદાહરણ પુરુ પાડતાં તેમણે બાળકોનુ અભિવાદન ઝીલ્યુ હતુ અને બાળકો સાથે શાળા અને અભ્યાસની વાતચીત કરી હતી. જેથી બાળકોને મુખ્યમંત્રીને મળીને વાતચીત કયાઁનો આનંદ છલકાતો જોવા મળ્યો હતો.
જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા વિદેશમાં રહીને પણ અહીયાં પગાર લેવાની બાબતમાં જણાવેલ કે આ બાબતે દાંતાની શિક્ષિકા બાબતે તપાસના કડક આદેશો આપ્યા છે સાથે અન્ય કોઈ જગ્યાએ પણ તપાસ કરવામાં આવશે.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે આદિજાતી વિકાસ કમિશ્નર ગુલાંટીએ સ્વાગત પ્રવચન કયુઁ હતુ. સાથે સચિવ, અગ્ર સચિવ, રેંજ આઈજી,
કલેક્ટર, ડીડીઓ, જીલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, જીલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ અને અન્ય અધિકારીઓ તથા પદાધિકારીઓ સહીત આદિવાસી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આભાર વિધી ખેડબ્રહ્મા પ્રાયોજના વહીવટદાર વી.આર.સક્સેનાએ કરી હતી.