ભાજપ ડૉક્ટર સેલ દ્રારા ચીખલા ગામમાં મેડિકલ કેમ્પ યોજાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
અત્યારે ચોમાસાની સીઝનમાં વરસાદના વાતાવરણ સાથે બીમારી પણ ઘર કરી જાય છે. ચોમાસામાં ગરીબ લોકોને આવક પણ મયાઁદીત થઈ જતી હોવાથી બિમારીના ઈલાજ માટે ખર્ચ પણ થતો હોય છે. તેઓને માટે ભાજપ ડૉક્ટર સેલ દ્રારા ખેડબ્રહ્માના ચીખલા ગામમાં મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો.
ડૉક્ટરના મત મુજબ હાલના પ્રવર્તમાન સંજોગોમાં મિશ્ર ઋતુમાં વાતાવરણની અસરને કારણે નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં સમસ્યાઓ ઊભી થતાં સમયસર નિદાન અને ત્વરિત સારવારના હેતુથી
ભાજપ ડોક્ટર સેલ દ્વારા રવિવારના રોજ ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામે મેગા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ૫૦ ઉપરાંત દર્દીઓનુ નિદાન કરી નિ:શુલ્ક દવાનુ વિતરણ કરાવવામાં આવ્યુ હતુ.
આ મેગા મેડિકલ કેમ્પમાં ડૉ. મહિપાલ ચૌધરી (એમડી), ડોક્ટર સેલના તાલુકા ઈન્ચાર્જ ડૉ.હર્ષદભાઈ પટેલ, શહેર ઈન્ચાજઁ ડૉ.દુષ્યંત દરજી, ડૉ.મેહુલ પટેલ, ડૉ.ભાવેશ પટેલ, ડૉ.વસંત પટેલ તથા સાથી મિત્રોએ સેવાઓ આપી હતી.
આ પ્રસંગે સાબરકાંઠા જીલ્લા ભાજપ મહામંત્રી લુકેશભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર મહામંત્રી પ્રશાત પટેલ, માધ્યમિક શિક્ષણ બોર્ડ ના કારોબારી સદસ્ય હસમુખ પટેલ, પૂર્વ કોર્પોરેટર નિકુંજ રાવલ તથા જનક ડાયાણી તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.