ધાર્મિક

ધામિઁક સ્થાનકો ના તોડવા બાબતે પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપ્યુ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

હાઇકોર્ટના હુકમ મુજબ ગુજરાત સહીત ખેડબ્રહ્મા શહેરમાં આવેલ આસ્થાના પ્રતિક સ્વરૂપ મંદિરો તોડવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા થવાની છે તેના વિરોધમાં ખેડબ્રહ્મા વિશ્વ હિંદુ પરિષદ રેલી સ્વરુપે નીકળીને દ્રારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

 

ખેડબ્રહ્મા વિસ્તારમાં વર્ષો જૂના મંદિરો આવેલા છે જેમાં હજારો લોકો નિયમિત ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે. જેની સાથે અનેક ભક્તોની ધાર્મિક લાગણી અને આસ્થા જોડાયેલ છે. મંદિરને હંમેશા આસ્થાના કેન્દ્ર સ્વરૂપે અને હકારાત્મક શક્તિના સ્ત્રોત તરીકે માનવામાં આવે છે.

હાઇકોર્ટના હુકમ મુજબ ખેડબ્રહ્મામાં આવેલ આસ્થાના પ્રતિક સ્વરૂપ મંદિરો તોડવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા થવાની છે તેમાં મંદિરો ન તોડવા માટે આજે વિશ્વ હિંદુ પરિષદ તથા સંતો – મહંતો દ્રારા આજે કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર થી રેલી સ્વરુપે નીકળીને પ્રાંત અધિકારી નિમેષ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

 જનસમાજની લાગણીને ધ્યાનમાં રાખીને મંદિરો ન તોડવા પુનઃ વિચારણા કરશો. જ્યાં મંદિર ફરજિયાતપણે તોડવું પડે તેમ હોય ત્યાં પહેલા વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવા અને મંદિરનું મહત્વ જળવાઈ રહે તેવુ વિશ્વ હિંદુ પરિષદ ખેડબ્રહ્માના અધ્યક્ષ રામજી મહારાજે જણાવેલ હતુ.

જ્યારે પ્રાંત અધિકારીએ જણાવેલ કે જે મંદિરો માટે હાઈકોર્ટ દ્રારા આદેશ કરાયો છે તે મંદિરોને રેગ્યુલરાઈઝ કરવા આધાર પુરાવા રજુ કરવા જણાવાયુ હતુ.

 

Related Articles

Back to top button
error: Content is protected !!