ઉજવણી

વડાપ્રધાનના જન્મદિવસે ખેડબ્રહ્મા ખાતે સ્વચ્છતા સહીત વિવિધ કાયઁક્રમ યોજાયા

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

આજે તા.૧૭ મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત સહીત ખેડબ્રહ્મા શહેરમાં પણ તેની ઉજવણી કરવામાં આવો હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત ખેડબ્રહ્મા એસ.ટી.ડેપો, નગરપાલિકા કચેરી તથા શહેર અને તાલુકા ભાજપ

સંગઠનના સંયુક્ત ઉપક્રમે ખેડબ્રહ્મા એસ.ટી. ડેપોમાં ૧૦મુ સ્વચ્છતા અભિયાન – ૨૦૨૪ હાથ ધરાયુ હતુ.

જેમાં એસ.ટી.ડેપોના મેનેજર સહીત નગરપાલિકાના સફાઈ કમઁચારીઓ તેમજ ભાજપ સંગઠનના પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

જયારે જનરલ હોસ્પિટલના પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્રને પાંચ વર્ષ પુરા થતા હોઈ કેક કાપીને ઉજવણી

કરાઈ હતી અને જનરલ હોસ્પિટલમાં દાખલ દદીઁઓને બીસ્કીટ તથા ફ્રુટ વિતરણ કરાયુ હતુ.

આ પ્રસંગે એસ.ટી.ડેપોના મેનેજર ડી.એમ.ખરાડી, નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ પરમાર તથા સફાઈ કમઁચારીઓ, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ

પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રામાભાઈ તરાળ, જીલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, શહેર ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રશાંત પટેલ તથા સેવા પખવાડાના સંયોજક ધર્મેન્દ્ર મહેતા સહીત એસ.ટી. વિભાગના કમઁચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Related Articles

Back to top button
error: Content is protected !!