ભાજપ મહીલા મોરચા દ્રારા મહીલા માટે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સેવા પખવાડા અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભાજપ મહિલા મોરચા દ્વારા
મહિલાઓ માટે નિઃશુલ્ક તબીબી પરિક્ષણ કેમ્પ રાજયસભા સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જેમાં કેમ્પમાં ઉપસ્થિત મહીલાઓનુ તમામ રોગો માટેનુ તબીબી પરીક્ષણ તદ્દન નિ:શુલ્ક કરવામાં
આવતાં અતિ પછાત વિસ્તારમાં યોજાયેલ કેમ્પમાં લાભાર્થી મહીલાએ આ કેમ્પને એક આશિર્વાદ સમાન ગણાવ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, જીલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી, તાલુકા પંચાયત
પ્રમુખ રામાભાઈ તરાલ, જિલ્લા મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ સુરેશભાઈ પટેલ,
વિજયનગર તાલુકા ભાજપ મયુરભાઈ શાહ, કાર્યક્રમના જિલ્લા ઈન્ચાર્જ અને વિધાનસભા મહિલા મોરચા પ્રભારી નિમઁલા પંચાલ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, તાલુકા આરોગ્ય
અધિકારી કે.એમ. ડાભી, પી.એચ.સી. ના મેડીકલ ઓફીસર ડૉ.લાજવંતીબેન અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લતાબેન ભાવસાર, અંબિકાબેન
સુથાર, હંસાબેન ચૌહાણ તથા આરોગ્ય સ્ટાફ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.