યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધી યોજાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ભાદરવી પૂનમ ને અનુલક્ષીને સતત પંદર દિવસ સુધી પદયાત્રીઓનો ધસારો રહેતાં અને આગામી તા.3
ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધી યોજાઈ હતી.
મુખ્ય મંદિર તથા અન્ય 11 મંદિરોમાં રહેલા તમામ સિંહાસન તથા અન્ય ચીજ વસ્તુઓ ની સાફસફાઈ હાથ ધરાઈ હતી અને મંદિર શિખર પર ધજાની પૂજા
કરાઈ હતી. અંબાજી માતાજીને શણગાર કરીને સાંજે આરતી અને રાજભોગ ધરાવાયો હતો. આસો સુદ એકમના રોજ શારદીય નવરાત્રિનો પ્રારંભ થતો હોઈ
પ્રક્ષાલન વિધી યોજાઈ હતી. સવારે ૮ થી સાંજે ૫ કલાક સુધી યોજાયેલ પ્રક્ષાલન વિધી દરમિયાન ભક્તોએ મંદિર બહારથી દશઁન કરીને ધન્યતા
અનુભવી હતી. આ પ્રસંગે મેનેજર દિલીપસિંહ કુંપાવત, ટ્રસ્ટીઓ પ્રવિણસિંહ સોલંકી, પરશોત્તમભાઈ
પટેલ તથા માતાજી મંદિરના અન્ય કમઁચારીઓ અને પીએસઆઈ એ.વી.જોષી પ્રક્ષાલન વિધીમાં જોડાયા હતા.