સહાય

જતન પ્રોજેક્ટ અંતગર્ત લાભ મળતા દિકરી શિલ્પા સોલંકીએ માન્યો સરકારનો આભાર

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

 

રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ લાભ આપવાના આશયથી રાજ્યભરમાં ૧૪ મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરાયુ હતુ. જે અંતર્ગત સાબરકાંઠા જીલ્લામાં ઈડર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.

આ ગરીબ કલ્યાણ મેળામાં ખેડબ્રહ્મા તાલુકાના ધરોઈ ગામની દિકરી શિલ્પાબેન વિક્રમભાઈ સોલંકીને જતન પ્રોજેક્ટ અંતગર્ત લાભ મળતા સરકારનો આભાર માન્યો હતો. કુપોષિત બાળકોને તંદુરસ્ત કરવા અને કિશોરીઓમાં એનિમિયાનુ પ્રમાણ ઘટાડવાના ઉમદા આશય સાથે જતન પ્રોજેક્ટનો શરૂ કરવામાં આવ્યો છે જેનો લાભ જિલ્લાની કિશોરીઓ લઈ રહી છે. 

 

Related Articles

Back to top button
error: Content is protected !!