શેઠ કે.ટી.હાઈસ્કુલમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર તથા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી હિંમતનગર તેમજ તક્ષશિલા શાળા વિકાસ સંકુલ આયોજીત શેઠ કે.ટી.હાઈસ્કૂલ ખેડબ્રહ્મા ખાતે ગણિત – વિજ્ઞાાન પ્રદર્શન યોજાયુ હતુ.
તક્ષશિલા શાળા વિકાસ સંકુલ ખાતે યોજાયેલ ગણિત – વિજ્ઞાાન પ્રદર્શન કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનકુમાર જોષી અને મંત્રી શૈલેષભાઈ મહેતા દ્રારા
ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાાન અને ટેકનોલોજીથી સજ્જ થવા માટે તક્ષશિલા શાળામાં સમાવિષ્ટ ૭૫ શાળાઓ પૈકી ૬૫ શાળાઓના ૧૩૦ વિધાથીઁઓએ આ પ્રદર્શનમાં
પોતાની કૃતિ પ્રદર્શિત કરી હતી. જેમાં જે તે શાળાના ૬૫ શિક્ષકો જોડાયા હતા અને આજુબાજુની શાળાઓમાંથી ૧૫૦૦ જેટલા વિધાથીઁઓએ પ્રદર્શન
નિહાળ્યુ હતુ. જયારે પ્રદર્શનમાં કૃતિ રજૂ કરનાર તમામ વિધાથીઁઓને પ્રદશઁનના કન્વીનર અને શેઠ કે.ટી.હાઈસ્કૂલના આચાર્ય વિભાષભાઈ રાવલ દ્રારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. સાથે
રાજેન્દ્રસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિના ચેરમેન હિમાંશુ નિનામા, કેમ્પસ ડાયરેક્ટર કપીલભાઈ ઉપાધ્યાય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.