ખેડબ્રહ્મામાંથી ₹ 10 લાખના MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો
ખેડબ્રહ્મા પોલીસ તથા SOG ની ટીમને મળી સફળતા

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO” ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા ભાદરવી પુનમ મેળા અન્વયે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ખેડબ્રહ્મા પોલીસ પ્રદિપસિંહ મહેન્દ્રસિંહને મળેલ બાતમીને આધારે રેઈડીંગ ટીમના
પોલીસના માણસોએ કોર્ડન કરી સદરી ઈસમનું નામ પુછતાં પોતે પોતાનું નામ સલાઉદ્દીન સૈજુદ્દીન શેખ ઉ.વ.-૨૭ રહે. ખાલા મહોલા તા. કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું અને ઈસમની અંગ ઝડતી કરતા તેની પાસેથી મેફેડ્રોન (એમ.ડી.) નો જથ્થો ૯૯.૬૨ ગ્રામ માદક પદાર્થ એમ.ડી. ₹ ૯,૯૬, ૨૦૦/-તથા મોબાઈલ કિ.રૂ.- ૫,૦૦૦/- મળી કુલ રૂપિયા- ૧૦,૦૧,૨૦૦/-નો મુદ્દામાલ મળી આવતા એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૨(સી),૨૯ મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા સફળતા મેળવેલ છે તેવુ ખેડબ્રહ્મા પોલીસ ઈન્સ્પેકટર ડી.એન. સાધુએ જણાવ્યુ હતુ.