રાજનીતિ
ડિસેમ્બર ની આસપાસ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે
અનામતને આધારે સીમાંકન જાહેર કરવામાં આવ્યુ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં 6 મનપા અને 2 નગરપાલિનકાનાં સીમાંકનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધીધામ, વાપી, કરમસદ, આણંદના સીમાંકન જાહેરાત થઈ છે.
જયારે ઈડર અને ટંકારા નગરપાલિકાનું પણ સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડની બેઠકો અને અનામતને આધારે સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. આ ચૂંટણી ડિસેમ્બર મહિનાના અંતમાં યોજાય તેવી શક્યતા છે.