Blog
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે અક્સ્માત : 10 ના મોત
કારનું પતરું કાપીને મૃતદેહ બહાર કાઢ્યા
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. અકસ્માતમાં 8 વ્યક્તિના મોત થયા છે અને બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.
કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ હતી. અકસ્માત સર્જાયા બાદ લોકોએ કારનું પતરું કાપીને મૃતદેહો
બહાર કાઢ્યા હતા. અક્સ્માત થતાં જ 108 ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઉપરાંત
એક્સપ્રેસ હાઈવેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળ પર બચાવ કમગીરી કરનાર પણ ભાવુક થઈ ગયા હતા અને ચીચીયારીઓ પણ સંભળાઈ હતી.