પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને જીલ્લા શહેર તાલુકાના પદાધિકારીઓની બેઠક યોજાઈ
વિવિધ જરુરીયાતોની સમીક્ષા કરાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ગુરુવારના રોજ હિંમતનગર આરામગૃહ ખાતે સાબરકાંઠા જીલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં જીલ્લા સંગઠનની બેઠક યોજાઈ હતી સંગઠનના પદાધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં તાલુકા અને શહેર પ્રમુખો સાથે પોતાના વિસ્તારની ગતિવીધીઓ તથા જરુરીયાત માટે વન ટુ વન સાંભળ્યા હતા.
ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલે પ્રભારી મંત્રીને લેખિતમાં જણાવેલ કે ખેડબ્રહ્મા તાલુકામાં રોજગારી માટે કોઈ મોટા ઉધોગો નથી. અંતરિયાળ આદિવાસી સમાજ ચોમાસાની ખેતી પર નિર્ભર છે એટલે જો GIDC બને તો આદિવાસી
સમાજ રોજગારી માટે સ્થળાંતર કરે છે તે ના કરે અને ઘર આંગણે જ પોતાની લાયકાત તથા જરુરીયાત મુજબ GIDC માં જ રોજગારી મળી રહે તેમ છે. સાથે અંતરીયાળ વિસ્તાર, પેટા પરાં વિસ્તારમાં આરસીસી રોડ બનાવવાની દરખાસ્ત કરી હતી. વધુમાં હરણાવ
નદીમાં બારેય માસ પાણીનો સ્ત્રોત મળી રહે તે માટે રાજયસભા સાંસદ રમીલાબેન બારા, જીલ્લા સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા તાલુકા ભાજપ સુરેશભાઈ પટેલે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને લેખીતમાં આપેલ દરખાસ્તની પણ ચચાઁ પ્રભારી મંત્રી સમક્ષ કરી હતી.
ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલે પ્રભારી મંત્રીને લેખિતમાં માગણી કરતાં જણાવેલ કે ખેડબ્રહ્મા શહેર એ યાત્રાધામ હોવાથી દિનપ્રતિદિન દરેક પ્રકારના વાહન વ્યવહારનો ધસારો મોટા પ્રમાણમાં રહે છે જેથી ઉન્ડવા થી અંબાજી રોડ પર એસ્સાર પેટ્રોલ પંપ સુધીનો હાલનો હયાત હાઈવે રોડની બાજુમાં આવેલ જૂની ફૂટપાથ સુધી રોડ પહોળો કરીને બાજુમાં જ નવી ફૂટપાથ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા
થોડી હળવી થઈ શકે તેમ છે. સાથે હરણાવ નદીમાં ચોમાસામાં જ્યારે પુર આવે ત્યારે તમામ પાણી ધરોઈ ડેમમાં વહી જાય છે પણ મોટા પૂલના પૂર્વ ભાગમાં ચેક ડેમ બનાવવામાં આવે તો નગરપાલિકા હસ્તકના કૂવા રીચાજઁ થાય તો શહેરમાં બારેય મહીના પાણી મળી રહે. વધુમાં જનરલ હોસ્પિટલમાં ICU on whicle એમ્બ્યુલન્સની માગણી કરી હતી. ખેડબ્રહ્મા શહેરમાં
જ્યાં ઝુપડપટ્ટી છે ત્યાં આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવવામાં આવે તો જરુરીયાતમંદ લોકોને આવાસ મળી રહે. ખેડબ્રહ્મા શહેર અથવા તાલુકાની સરકારી જમીન ઉપર મોટુ રમત ગમત સંકુલ બને તો વિધાથીઁઓને લાભ મળી રહે અને માથાના દુખાવા સમાન લક્ષ્મીપુરા ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મોટુ સકઁલ બનાવવા માગણી કરી હતી.
પ્રભારી મંત્રીએ ખાત્રી આપતાં જણાવેલ કે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર માટે આવેલ સગવડો તથા પ્રશ્નોનો ઉકેલ ત્વરીત આવે તેવા સરકાર તરફથી પ્રયત્નો હાથ ધરવામાં આવશે
બેઠકમાં સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જીલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સકેસના, મહામંત્રીઓ, મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ અને શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ તથા અન્ય તાલુકા અને શહેરના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.