તા.૧૩ ડિસેમ્બરના રોજ પ્રસિધ્ધ કરેલ સમાચાર વધુ એક વાર સાચા પડયા…!!
દેરોલ કંપા પાસેથી ગાંજા સાથે બે ઈસમો ઝડપાયા

IMPACT : TOS
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ખેડબ્રહ્મા પોલીસે પીછો કરીને દેરોલ કંપા ગામે રોડ ઉપર મોટર સાયકલ સહીત બે ઈસમોને ખેડબ્રહ્મા પોલીસ કમીઁઓએ પકડી પાડી (૧) ઇનાયતખાન સમંદરખાન પઠાણ ઉ.વ.-૬૩ રહે. વડાલી કસબા વિસ્તાર તા. વડાલી જી. સાબરકાંઠા (૨) મહમંદ રફીક કાલુભાઇ અંસારી ઉ.વ.- ૫૩ રહે. રામનિવાસની ચાલી, શાહ આલમ, દાણી લીમડા, અમદાવાદન ગાંજાનો જથ્થો ૨.૮૫૦ કિ.ગ્રામ
કિ.રૂ.૨૮,૫૦૦, બાઈક અને લઈને આવતા તેમની પાસેથી મોબાઈલ સહીત રુ. ૧,૦૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી હતી. આ અંગે ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષીએ વધુ કાયઁવાહી હાથ ધરી છે.
પણ…
આ બાબતે ડિસેમ્બર – ૨૦૨૩ માં હિંમતનગર-વિજાપુર રોડ પર વિરપુર પાસેથી સાબરકાંઠા એસઓજીએ ખેરોજ થી અમદાવાદ જતા ૧૭.૨૨૦ કિ.ગ્રામ ગાંજા સાથે એક એન્જીનીયર સહીત બે શખ્સોને ઝડપ્યા હતા અને હિંમતનગર રુરલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી.
તે જ સમયે ટાઈમ્સ ઑફ સાબરકાંઠા એ કહ્યુ હતુ કે ખેરોજ થી અમદાવાદ ગાંજો સપ્લાય થાય છે, તો શુ ખેડબ્રહ્મા શહેર કે તાલુકા માં ગાંજા એ ઘુસણખોરી તો નથી કરી ને ?? અને ખેડબ્રહ્મા પોલીસને ગાંજા સાથે બે ઈસમોને ઝડપીને વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે.
પણ જો આ ગાંજા એ ખેડબ્રહ્મા શહેર કે તાલુકામાં ઘુસણખોરી કરી હશે તો યુવાધન જે ભવિષ્ય કહેવાય છે તેને બરબાદ થતુ કોઈ અટકાવી નહી શકે. એટલે પોલીસે અને આમ જનતા આ બાબતે જાગૃકતા રાખવી રહી… અને જરુર જણાય ત્યાં રાત્રે તપાસ પણ કરવી જરુરી છે.