ખેડબ્રહ્માના કલોલકંપાના અંબાલાલબાપાની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ અને સરપંચ થી જેમને કારકિર્દીની શરૂઆત કરીને માર્કેટયાર્ડ, પાવનધામ વડાલી કંપા, કચ્છ કડવા પાટીદાર કેળવણી મંડળ ખેડબ્રહ્માના પૂર્વપ્રમુખ અને વર્તમાનમાં લક્ષ્મીપુરાની શેઠ કે એલ હોસ્પિટલ, ખેડબ્રહ્માની કોલેજ, જ્યોતિ હાઈસ્કૂલના પ્રમુખ તરીકે બિરાજમાન હતા તેવા સ્વ. અંબાલાલબાપા (૮૭) ની શ્રધ્ધાંજલી સભા યોજાઈ હતી.
આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નિષ્કલંકીધામ નખત્રાણાથી શાંતિ પ્રિયદાસજી મહારાજ, ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના ટ્રસ્ટીઓ, ઉત્તરપ્રદેશ બનારસથી એ.કે મિશ્રા, શેઠ કેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ, જ્યોતિ હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ, કેળવણી મંડળ, પાવનધામના ટ્રસ્ટીઓ, સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ, જીલ્લા પંચાયત સદસ્યો, રાજકીય આગ્રણીઓ તથા સમાજના આગેવાનોએ શ્રધ્ધાસુમન અર્પણ કયાઁ હતા જયારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પત્ર દ્રારા શોક સંદેશો પાઠવીને અંબાલાલ પટેલને યાદ કયાઁ હતા.
અંબાલાલ પટેલની શોકસભામાં રુબરુ તથા પત્ર તેમજ ટેલીફોનીક સંદેશો પાઠવનાર તેમજ દુ:ખમાં સહભાગી થનાર સૌનો તેમના દિકરા વસંતભાઈ તથા પરિવારે આભાર વ્યક્ત કયોઁ હતો.