કોટડા ખાતે રાજસ્થાનના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જીલ્લા ભાજપના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
પોશીનાના કોટડા ગામે રાજસ્થાન રાજયના ગૃહ અને આદિજાતિ કલ્યાણ મંત્રી બાબુલાલ ખરાડીનો અભિવાદન કાર્યક્રમ સાબરકાંઠા જીલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જેમાં સાબરકાંઠા જીલ્લા પૂર્વ મહામંત્રી જસુભાઈ પટેલ, ખેડબ્રમા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, પોશીના તાલુકા ભાજપ પ્રમુખ રૂમાલ ધ્રાંગી,
ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભોજાભાઈ, ખેડબ્રમા તાલુકા મહામંત્રી બકાભાઈ, જિલ્લા સદસ્ય અમૃતભાઈ પટેલ, સાબરડેરી વાઈસ ચેરમેન બ્રિજેશ પટેલ, પોશીના તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ખેતાભાઈ,
પોશીના તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ચીમનભાઈ, કોટડા સરપંચ મુકેશભાઈ, કોટડા પંચાયત ચેરમેન મણિલાલ, સદસ્ય શંકરભાઈ, દેમતી સીટ પૂર્વ સદસ્ય પોપટભાઈ અને ગામના તમામ આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.