વરસાદ
મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ દ્રારા હવાઈ નિરીક્ષણ કરાયુ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારે પણ અતિભારે વરસાદનુ જોર રહ્યુ હતુ. જેમાં સૌરાષ્ટ્રમાં
અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. દ્વારકાના કલ્યાણપુરમાં ૪ કલાકમાં ૧૧ ઈંચ જ્યારે માણાવદરમાં ૧૫ ઈંચ વરસાદ ખાબકયો હતો જેને લઈને
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ
રાજકુમાર સાથે અસરગ્રસ્ત વિસ્તારોનુ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. સાથે મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા.