આજે નરેન્દ્ર મોદી ત્રીજી વાર શપથ ગ્રહણ કરશે : ગુજરાતમાંથી કોને લોટરી લાગી શકે છે ?
સાંજે 7 : 15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે શપથવિધી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
લોકસભાની ચૂંટણીઓ પુરી થતાં NDA ગઠબંધન સાથે વડાપ્રધાન પદે આજે નરેન્દ્ર મોદીની શપથવિધી યોજાશે તેઓની સાથે હાલ ફક્ત કેબીનેટ મંત્રીઓ શપથ લેશે. ત્યારબાદ કેબીનેટ બેઠક મળશે….
પણ આગામી દિવસોમાં મોદી સરકારમાં વધુ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે અથવા તો આજે પણ સમાવેશ થાય તો ગુજરાત રાજ્યમાંથી કયા સાંસદને લોટરી લાગી શકે છે તે જોવુ રહ્યુ.
હાલમાં અમીત શાહ, એસ. જયશંકર, સી.આર. પાટીલ, મનસુખ માંડવીયા તથા પુરુષોત્તમ રુપાલાની શક્યતાઓ રહેલી છે પણ હાલ આ લખાય છે ત્યાં સુધીમાં તો કોઈને હજુ રુબરુ કે ફોન દ્રારા સત્તાવાર જાણ કરાઈ નથી.
ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ, સ્ટાર પ્રચારક, આદિવાસી મહિલા નેતા, ભૂતપૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ સાથે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ઘર ઘર સુધી પહોચાડવા માટે ભોપાલ, કેરાલા, કણાઁટક, આસામ, બિહાર, પશ્ચિમ બંગાળ વિગેરે રાજયોમાં મુખ્ય મહેમાન તરીકે પ્રવાસ ખેડેલો સાથે ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના જેવા અંતરીયાળ વિસ્તારોમાં રોડ, પીવાના પાણી, લાઈટ સાથે અતિ મહત્વના એવા નાના મોટા બ્રિજ (પુલ) બનાવીને લોકોના હ્રદયમાં વસેલા અને સરકારની દરેક યોજનાઓ હર ઘર સુધી પહોચાડવા માટે અગ્રેસર એવા રાજયસભા સાંસદ રમીલાબેન બારાને પણ કેન્દ્ર સરકારનો મંત્રી તરીકેનો પોટઁફીલીયો મળી શકે છે.
જો ગુજરાતમાંથી કેન્દ્ર સરકારમાં કોણ મંત્રી તરીકે આવશે તે નક્કી નથી પણ બનાસકાંઠાની સીટ કોંગ્રેસને મળતાં ઉત્તર ગુજરાતમાં સોપો પડી ગયો છે જેથી ઉત્તર ગુજરાતને જાગૃત રાખવા માટે એકમાત્ર રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાને તક મળી શકે છે. કારણ કે રમીલાબેન બારા આસામ, બિહાર, કેરલ, કણાઁટક, પશ્ચિમ બંગાળ જેવા રાજયોમાં પ્રવાસ કરેલ હોવાથી તેમના અનુભવો આ સમયે કામ આવે તો નવાઈ નહી.
કેન્દ્રીય મંત્રીમંડળમાં રમીલાબેન બારાનો કદાચ સમાવેશ ના થાય તો પ્રદેશ ભાજપ સંગઠનમાં ગંજીપો ચોક્કસ ચીપાશે. તેમાં પણ તેમનુ સ્થાન નક્કી છે.