વષઁ 2024 ની શરુઆતમાં માવઠુ થશે : અંબાલાલ પટેલ
તા.1 થી 5 સુધી કમોસમી વરસાદ થશે : પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્ર દાયરામાં

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ગુજરાતના ખેડૂતોના શિયાળુ પાક પર ફરી એકવાર સંકટ સર્જાયુ છે. મુશ્કેલી ભર્યા કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 1થી 5 જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.
નવા વર્ષ 2024ના શરૂઆતમાં જ ખેડૂતો કમોસમી વરસાદને લઈ મુશ્કેલીમાં મુકાશે તેવી અંબાલાલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 1થી5 જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ અને દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ આવશે. ત્યારબાદ વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં આગાહી કરતા કહ્યું હતું કે, 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.
રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં કહ્યું કે, જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરી છે.