આવેદનપત્ર
વકીલોની સુરક્ષા માટે એકટ લાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
છેલ્લા કેટલાક વર્ષોથી વકીલો ઉપર તથા તેમના પરિવાર પર હુમલા તથા હત્યાની ઘટનાઓ બની રહી છે. જો વકીલ અને તેનો પરિવાર કાયદાથી સુરક્ષિતનહી હોય તો નિભઁય રીતે સમાજની સુરક્ષા કંઈ રીતે કરી શકાશે તે એક પ્રશ્ન છે. તે માટે રાજ્ય સરકાર વકીલો માટે પ્રોટેક્શન એક્ટ લાવે તે અત્યંત જરુરી છે.
જેથી વકીલોની સુરક્ષા થઈ શકે તે માટે ખેડબ્રહ્મા બાર એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ચાવડા, મંત્રી પરબત ડાભી તથા અન્ય વકીલ સભ્યોએ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એન.ડી.પટેલને આવેદનપત્ર આપીને વકીલોની માગણી રાજ્ય સરકાર સુધી પહોચાડવા રજૂઆત કરી હતી.