સામાજીક

વડાલી કડવા પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા અને સન્માન સમારંભ યોજાયો

નવનિયુક્ત અનિકેત પટેલનુ સન્માન કરાયુ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

વડાલી તાલુકાના જેતપુર ગામની કડવા પાટીદાર સમાજવાડીમાં સમાજના યુવા પ્રમુખ ભરતભાઈ જયંતીભાઈ પાટીદારની અધ્યક્ષતામાં સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. સમાજ ના મંત્રી શામળભાઈ પટેલે વાર્ષિક લેખાજોખા રજૂ કર્યા હતા અને તાજેતરમાં લેવાયેલ UPSC પરીક્ષામાં સમગ્ર ભારતમાં 183 નંબરે ઉત્તીર્ણ થઈ અને IPS ની પદવી પ્રાપ્ત કરેલ અનિકેત કમલેશભાઈ પટેલનુ ડીજેના તાલે આવકારી સમગ્ર સમાજે બહુમાન કર્યું હતુ. 

જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સહીત જુદા જુદા સંગઠનો દ્વારા શાલ તથા મોમેન્ટો આપીને અનિકેતનુ સન્માન કરવામાં આવેલ. 

આ પ્રસંગે સહમંત્રી બાબુભાઈ પટેલ, ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કુલના આચાર્ય સુરેશભાઈ પટેલ, અમીચંદ મોટાભાઈ, કાંતિભાઈ, કનુભાઈ, એસપી યુનિવર્સિટી ઈતિહાસ વિભાગના વડા પ્રોફેસર વસંતભાઈ પટેલ, IPS અનિકેતના માતા પિતા કમલેશભાઈ પટેલ, જનકભાઈ, આચાર્ય ગૌતમભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના મહેશભાઈ ભટ્ટ અને ગૌતમભાઈ ભટ્ટ, આચાર્ય ડોક્ટર હસમુખ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સન્માનના પ્રત્યુતરમાં અનિકેતે જણાવેલ કે સમાજ કે સમાજ સિવાયના કોઈપણ દીકરા દીકરીને UPSCની પરીક્ષા આપવા માટે માર્ગદર્શન જોઈતુ હશે તે મારા દ્વારા ગમે ત્યારે આપવામાં આવશે. 

સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાકેશભાઈ પટેલ વાસણા અને ડૉ હસમુખ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!