હાલાકી

ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ખાડા રાજ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનુ આગમન

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

આગામી તા.૯ ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસે રાજ્યના મુખ્યમંત્રી ખેડબ્રહ્માના આંગણે પધારવાના છે. ત્યારે ખેડબ્રહ્મા નગરપાલિકાના ખાડા રાજમાં સત્તાધિશોનુ પેટનુ પાણી હલતુ નથી.

ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રવાસમાં ઝીરો રીપોટીઁગ દરમ્યાન નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા રાજ અને રુ.૩.૮૦ કરોડના માતબર ખચઁથી બનેલ નવીન ડામર રોડ પર ઠેર ઠેર વરસાદનુ પાણી ભરાયેલ જોવા મળી રહ્યુ છે પણ ખેડબ્રહ્મા નગરપાલિકાના નઘરોળ વહીવટથી ખેડબ્રહ્માના નાગરીકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

● નગરપાલિકા વિસ્તારના આરાધના સિનેમા ઢાળ પર ખાડા

● લક્ષ્મીપુરા ચાર થી સિવિલ રોડ પર એન્ટ્રી ગેટના નીચે ખાડા

● સિવિલ થી એલઆઈસી તરફ જતાં એન્ટ્રીમાં જ ખાડો

● શિતલ ચોકથી નદી રોડ પર જતાં એન્ટ્રીમાં ખાડા પડેલ છે.

સાથે નગરપાલિકા વિસ્તારમાં નવીન રોડ પર ઠેર ઠેર પાણી ભરાયેલ છે. શુ નગરપાલિકાનુ નગરોળ તંત્ર રોડ પર પડેલ ખાડા ઉપર હાલ કામચલાઉ મેટલ નાખીને ખાડા પુરવા તંત્રના બહેરા કાને સંભળાશે કે કેમ ? તેવા અનેક સવાલો શહેરમાં ચચાઁઈ રહ્યા છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પડેલા ઠેર ઠેર ખાડાઓથી ગુજરાત હાઇકોટેઁ કોર્પોરેશનની ઝાટકણી કાઢતાં જણાવેલ કે તમામ ઉચ્ચ અધિકારીઓ એરકન્ડિશન્ડ કેબિનમાંથી બહાર આવીને જાતે તપાસ કરતા નથી અને આ બાબતે કોઈક જાગૃત નાગરિકે હમણાં જ થોડા દિવસ પહેલાં હાઇકોર્ટમાં PIL પણ દાખલ કરી હતી.

ખેડબ્રહ્માના કેટલાક જાગૃત નાગરીકોએ નામ ના આપવાની શરતે ખેડબ્રહ્મા નગરપાલિકાના વહીવટીતંત્ર સામે આક્રોશ સાથે જણાવેલ કે જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવીન હેલીપેડના બદલામાં ઉંડવાના હેલીપેડ પર ઉતરીને સાદી ફોર વ્હીલર માં સવાર થઈને લક્ષ્મીપુરા ચાર રસ્તાથી શિતલ ચોક થઈને આરાધના સિનેમા વાળા ઢાળ પર ચઢીને માતાજી ઢાળ ઉતરીને કાયઁક્રમ સ્થળે જાય તેવી માગણી કરી હતી.

 

Back to top button
error: Content is protected !!