લોકસભા ૨૦૨૪

યાત્રાધામ ખેડબ્રહ્માથી ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરતા ભાજપના ઉમેદવાર

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદીમાં સાબરકાંઠા જીલ્લાની લોકસભા બેઠક માટે ભીખાજી દુધાજી

ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કયાઁ બાદ જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજીના દશઁન કરીને શ્રીગણેશ કયાઁ હતા.

શ્રી અંબિકા માતાજીના દશઁન કયાઁ બાદ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ઉમેદવાર ભીખાજીએ ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને લાંબડીયા ખાતે ભાજપ કાયઁકરોના જનસંપર્ક કાયઁક્રમ દરમ્યાન જણાવેલ કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના આહવાન મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ

મજબુત કરવા માટે સાબરકાંઠા જીલ્લામાંથી મારી પાંચ લાખની લીડથી જીત થશે તેવો દાવો કરતાં કાયઁકરોને એકજૂટ થઈ પ્રચાર કરવા આહવાન કયુઁ હતુ. સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓના કરેલા કામો અને

ભાજપની વિચારધારા લઈને પ્રજા સમક્ષ જઈશુ તેમ જણાવ્યુ હતુ. વધુમાં 1995 થી રાજકીય કારકિર્દીની શરુઆત કરી આજ દિવસ સુધીમાં ભારતીય જનતા પાર્ટીમાં તથા સાબરકાંઠા જીલ્લા પંચાયત તેમજ સહકારી ક્ષેત્રે નિભાવેલ જવાબદારી ઉપસ્થિત કાયઁકરો સમક્ષ વાગોળી હતી.

આ સાથે રાજયસભા સાંસદ રમીલાબેન બારાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમીત શાહની કાયઁ પદ્ધતિ તથા તેમની ટીમ મજબુત કરવા માટેની અમો મતદારો સમક્ષ જઈશુ તેમ જણાવ્યુ હતુ.

આ સાથે જીલ્લા મહામંત્રી લુકેશ ગમાર, ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ તથા તાલુકા અને શહેરના

મંત્રીઓ, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, સાબર ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર રામાભાઈ, અગ્રણી જશુભાઈ પટેલ, માકેઁટયાડઁના ચેરમેન, વાઈસ ચેરમેન સહીત કાયઁકરો મોટી સંખ્યામાં જનસંપર્ક કાયઁક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button
error: Content is protected !!