ભાજપ આજકાલમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી ના નામ પ્રથમ યાદીમાં હોઈ શકે છે...!!

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
હાલમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. પ્રથમ યાદીમાં નરેન્દ્ર મોદી અને અમીત શાહ જેવા ટોચના નેતાઓનાં નામ હોઈ શકે છે ગત વર્ષે યોજાયેલી 5 રાજ્યોની ચૂંટણીમાં તારીખની જાહેરાત પહેલા જ ભાજપે ઘણા નામ જાહેર કયાઁ હતા.
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મંથન શરૂ કરી દીધું છે. બુધવારે આ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બુધવારે અલગ-અલગ રાજ્યોના નેતાઓ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે, જેમાં ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવી શકે છે.
ભાજપની પ્રથમ યાદીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ટોચના નેતાઓનાં નામ સામેલ થઈ શકે છે. જે બેઠકો પર ભાજપને ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો તે બેઠકોના ઉમેદવારો પહેલા જાહેર થઇ શકે છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી સમયે ચૂંટણી પંચ દ્વારા તારીખની જાહેરાત બાદ ભાજપે તેની પ્રથમ યાદી બહાર પાડી હતી. ગયા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પેટર્ન પર નજર કરીએ તો, ભાજપે ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ તેના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આવી સ્થિતિમાં એવુ માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ આ જ પેટર્નને અનુસરી શકે છે અને ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ તેની પ્રથમ યાદી બહાર પાડી શકે છે.
પાર્ટીએ રાજ્ય સ્તરે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ પર મંથન શરૂ કરી દીધું હતુ. જેમાં પદાઅધિકારીઓ, જીલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને ભૂતપૂર્વ સાંસદો વગેરે પાસેથી સંભવિત ઉમેદવારો વિશે માહિતી લેવામાં આવી છે. હાલમાં જ પીએમ મોદીએ દાવો કર્યો હતો કે આગામી લોકસભા
ચૂંટણીમાં ભાજપ ૩૭૦ સીટો અને એનડીએ ૪૦૦થી વધુ સીટો જીતશે. આવી સ્થિતિમાં પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં કોઈ ભૂલ કરવા માંગતી નથી. ગુજરાતમાં પણ તમામ ૨૬ લોકસભા બેઠકો વધુ લીડથી જીતવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.