ધાર્મિક

નવી મેત્રાલની આરડેકતા ઈન્સ્ટીટ્યુટમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી

પરંપરાગત પહેરવેશ સાથે કરાઈ ઉજવણી

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

ખેડબ્રહ્માના નવી મેત્રાલની આરડેકતા ઈન્સ્ટીટયુટમાં શિવરાત્રીના રોજ કેમ્પસમાં એન્જીનીયરીંગ, નસિઁગ, બી.આર.એસ., બી.એસ.સી., બી.એડ્. કૉલેજમાં

અભ્યાસ કરતા ૨૫૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પરંપરાગત પહેરવેશ પહેરીને કોલેજ કેમ્પસમાં શોભાયાત્રા દ્રારા મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી.

સંસ્થાના ડાયરેકટર આર.ડી.પટેલ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શીવજીની આરતી – પૂજા, અર્ચના કરી હતી અને સમગ્ર કેમ્પસ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી કોલેજ કેમ્પસ ગુંજી ઊઠયુ હતું.

Related Articles

Back to top button
error: Content is protected !!