ધાર્મિક

ભૃગુરુષિ મંદિર ના તટે અસ્થિ વિસર્જન કરાયા

હરિદ્વાર, સિધ્ધપુર અને ચાંણોદ જેટલુ જ મહત્વ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

કારતક સુદ પુનમ અને દેવ દિવાળીએ યાત્રાધામ ખેડબ્રહ્મા ના ત્રિવેણી સંગમ સ્થાન હરણાવ નદીમાં ભૃગુરુષિ મહાદેવ મંદિર ના તટે મૃત સ્વજનના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા.

લોકવાયકા મુજબ ભુગુ રુષિ એ સતયુગમાં આશ્રમની સ્થાપના કરીને તપ કરીને ગંગાજીને પ્રગટ કયાઁ હતા અને વચન માગ્યુ હતુ કે

અહી ત્રિવેણી સંગમ સ્થાનમાં આપ પ્રગટ રહો જેથી કરીને લોકોને હરિદ્વાર જેટલુ મહત્વ અને પુણ્ય મળી શકે.

જ્યારે ગંગાજીએ કહ્યુ કે હુ વષઁમાં એક વાર એટલે કે કારતક સુદ પુનમ ના દિવસે વહેલી સવારે પ્રગટ થઈશ એટલે ત્યારથી દર વષેઁ ગંગાજી પ્રગટ થાય છે અને હરિદ્વાર, સિધ્ધપુરનુ જેટલુ મહત્વ છે

તેટલુ જ અહી ત્રિવેણી સંગમ સ્થાન હરણાવ નદીનુ મહત્વ હોવાથી જેથી સાબરકાંઠા ઉપરાંત આજુબાજુના લોકો આજના દિવસે વહેલી સવારથી વષઁ દરમિયાન પોતાના મૃત સ્વજનોના અહીયા અસ્થિ વિસર્જન કરવા આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વષેઁ પત્થરમાં ગાંડા બાવળોએ સામ્રાજ્ય સ્થાપ્યુ હોવાથી લોકોને થોડે દૂર નદીમાં અસ્થિ વિસર્જન કરવા જવુ પડ્યુ હતુ.

Related Articles

Back to top button
error: Content is protected !!