શ્રી ઈડર વડાલી ખેડબ્રહ્મા જૈન પ્રગતિ મંડળ અમદાવાદ દ્રારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઈડર વડાલી ખેડબ્રહ્મા જૈન પ્રગતિ મંડળ અમદાવાદ દ્રારા ત્રિ-દિવસીય બોક્સ કિકેટ ટુર્નામેન્ટ જૂન 2024નુ આયોજન કરાયુ હતુ. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં ઈડર વડાલી ખેડબ્રહ્મા જૈન પ્રગતિ મંડળના સભ્યો, ફ્રેન્ચાઈઝ ઓનર, આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે કલ્પેશભાઈ મહેતા, વિજયભાઈ શાહ, કેતનભાઈ શાહ, શ્રેયાંશભાઈ શાહ તથા મંડળના પ્રમુખ જયેશભાઈ મહેતા, ઉપપ્રમુખ હિમેશભાઈ દોશી, સેક્રેટરી રોહિતભાઈ મહેતા, ખજાનચી અર્પિતભાઈ મહેતા, નિતીનભાઈ મહેતા, પૌરવભાઈ મહેતા તથા કારોબારીના સભ્યો ઑપનીંગ સેરેમનીના દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા.
આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેડબ્રહ્મા,વડાલી, ઇડર, હિંમતનગર, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, પૂના માં રહેતા મૂળ ઈડર વડાલી અને ખેડબ્રહ્માના વતની છે તેવા ક્રિકેટ રસિકો ખુબજ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં 24 ષુરુષ ટીમ અને 6 મહીલા ટીમ એમ મળી કુલ 30 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વિનર્સ પુરુષ ટીમ મહેતા બ્લાસ્ટર્સ અને વિનર્સ મહીલા ટીમ ટિયાઝ ટાઈટન્સે વિજેતા ટ્રોફી મેળવી હતી.