ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
શેઠ કે.ટી.હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિધાથીઁની અને હાલ કેનેડામાં સ્થાયી થયેલ કિન્નરીબેન હેમેન્દ્રભાઈ પટેલ જેઓ ઠાકોરભાઈ માધુભાઈ પટેલ ભેમરાકંપા ખેડબ્રહ્માની દિકરી છે.
કિન્નરીબેન હાલ કેનેડામાં વસવાટ કરે છે. જેઓએ શેઠ કે.ટી.હાઈસ્કૂલ ના પ્રાથમિક વિભાગમાં વિધાથીઁઓના અભ્યાસ માટે 5 કોમ્પ્યુટર સેટ દાનમાં આપીને ભૂતપૂર્વ વિધાથીઁ તરીકેનુ રુણ ચુકવ્યુ હતુ.
આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનભાઈ જોષી, મંત્રી શૈલેષભાઈ મહેતા, મુખ્ય શિક્ષક સંધ્યાબેન સુથાર, નિવૃત્ત શિક્ષક જગદીશભાઈ ભટ્ટ, હેમેન્દ્રભાઈ પટેલ તથા શિક્ષક મિત્રો અને વિધાથીઁઓ ઉપસ્થિત રહ્યા હતા.