ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈ કર્ણાટક સરકારે વધારાની જાહેરાત કરી છે. કર્ણાટકમાં સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 3.02 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સેલ ટેક્સમાં સુધારા બાદ આ વધારો થયો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સેલ્સ ટેક્સમાં સુધારો કર્યો હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ₹3 અને ₹3.02નો વધારો થશે.
દેશના અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા
કોલકાતામાં પેટ્રોલ 103.94 રૂપિયા
ચેન્નાઈમાં પેટ્રોલ 100.75 રૂપિયા
ડીઝલની વાત કરીએ તો
દિલ્હીમાં ડીઝલ 87.62 રૂપિયા
મુંબઈમાં ડીઝલ 92.15
કોલકાતામાં ડીઝલ90.76 રૂપિયા
ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા