સાબરકાંઠા ભાજપના ઉમેદવારનો લોકસંપર્ક કાયઁક્રમ યોજાયો
જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહીત કાયઁકરો રહ્યા ઉપસ્થિત
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ચૂંટણીલક્ષી લોકસંપર્ક કાર્યક્રમ હેઠળ સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હિંમતનગર તાલુકાના જામળા ગામે શ્રી આપેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી ધન્યતા
અનુભવી અને હિંમતનગર માર્કેટયાર્ડ ના ચેરમેન અને સહકારી આગેવાન જેઠાભાઇ પટેલ ના નિવાસ સ્થાને જઈને શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ લીધા સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા.
આ પ્રસંગે હંસાબેન મુકેશભાઈ પટેલ, સા.કા. બેન્ક ના ચેરેમેન રાજેન્દ્રસિંહ પઢીયાર તાલુકા મહામંત્રી મુકેશભાઈ પટેલ, પૂર્વ ચેરમેન APMC હિંમતનગર,
પ્રવીણભાઈ પટેલ, માર્કેટયાર્ડ ડિરેક્ટર, જ્યંતિભાઈ પટેલ, ગંભીરસિંહ પઢીયાર, જીતેન્દ્રસિંહ, જગદીશભાઈ, તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનીય સંગઠનના આગેવાનો તેમજ શુભેચ્છકોએ શોભનાબેન ને આવકારીને ભવ્ય વિજય ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.