મિટીંગ

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા સ્ટેશનરી એસોસિએશનની વન ડે પીકનીક યોજાઈ

નિરવ પ્રકાશન અને આર.સચિન ના માલીક અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશનની પોળો ફોરેસ્ટમાં નિરવ શાહ અને સચીનભાઈના અધ્યક્ષ સ્થાને વનડે પીકનીક યોજાઈ હતી.

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ નિકુંજ ચૌહાણે જણાવેલ કે દરેક દુકાનદાર નાના હોય કે મોટા દરેકને એકસરખી નજરે જોવા એ દરેકની ફરજ છે, સાથે એસોસિએશન એટલે ફક્ત દુકાન સાથેનો નાતો જ નહી પણ એસોસિએશનો દરેક સભ્ય એ એક પરિવાર છે તેને ભવિષ્યમાં કોઈપણ જાતની તકલીફ પડે નહી તેની એસોસિએશનના પ્રમુખ તરીકે અમો તેની પડખે ઉભા રહેશુ.

વધુમાં રમતોમાં કપલ ગેમ, ફેમીલી રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા તેમાં વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અધ્યક્ષ સ્થાનેથી નિરવ શાહ અને સચિનભાઈએ યુવા પ્રમુખ નિકુંજ ચૌહાણનો આભાર માનતા જણાવેલ કે પોળો ફોરેસ્ટ એ કુદરતી વનરાજી તરીકે સરકારે પયઁટન સ્થળમાં સમાવેશ કરેલ હોવાથી આવા સુંદર અને રમણીય સ્થળ પર સુંદર આયોજન એ કુનેહપૂવઁક કામગીરી છે.

દરેક સભ્યોએ તથા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત મહાનુભાવોએ પોળોના સાઈટ સીન, ટ્રેકીંગ, સ્વીમીંગ તથા વોટરપાકઁ ની પરિવાર સાથે આનંદોત્સવ મનાવ્યો હતો.

આ પ્રસંગે ઉપપ્રમુખ, ખજાનચી, કારોબારી સભ્યો અને એસોસિએશનના સભ્યો પરિવાર સહીત ઉપસ્થિત રહ્યા હતા.

કાયઁક્રમનુ સંચાલન ઈન્કમટેક્સ બાર એસોસીએશનના પ્રમુખ ધ્રુવિન મહેતાએ કયુ હતુ અને આભાર વિધી મંત્રી નિલય પંડયાએ કરી હતી.

 

Back to top button
error: Content is protected !!