
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સાબરકાંઠા જીલ્લો સહકારી ક્ષેત્રમાં અગ્રેસર રહ્યો છે. જેમાં સાબરડેરીના નિયામક મંડળની ચુંટણીનો છેલ્લા કેટલાક સમયથી ગરમાટો ચાલી રહ્યો હતો. જ્યારે આજે સાબરડેરી નિયામક મંડળની ૧૬ બેઠકો પૈકી ૧૫ બેઠકો બિનહરીફ થતાં સાબરડેરીના ઈતિહાસ માં એક નવુ પ્રકરણ ઉમેરાયુ હતુ. એક માલપુર બેઠક પર ચુંટણી યોજાશે.
ખેડબ્રહ્મા બેઠક પર વાસણાના રામાભાઈ જીવાભાઈ પટેલ બિનહરીફ ચુંટાઈ આવતાં ખેડબ્રહ્મા બેઠક પર તેમના સમથઁકોએ ફુલહાર પહેરાવી અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રસંગે ખેડબ્રહ્મા શહેર ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંત પટેલ, બ્રિજેશ બારોટ, જીલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, ગલોડીયા પંચાયતના ઉપસરપંચ વિનોદ પટેલ, નિકુંજ રાવલ, ગુલાબસિંહ સહીત ભાજપ કાયઁકરો અને સમથઁકોએ રામાભાઈ પટેલને મીઠાઈ ખવડાવીને શુકન કરાવી શુભેચ્છાઓ આપી હતી.