ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
રેલ્વેના ટોચના ભ્રષ્ટ અધિકારીઓ સીબીઆઇના સકંજામાં સપડાટા રેલવે તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. સીબીઆઇએ પાડેલા દરોડામાં રેલ્વેના બે ડેપ્યુટી ચીફ મટીરિયલ મેનેજર સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રેલ્વે તંત્રના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા માટે સીબીઆઇએ 12 સ્થળોએ દરોડા પાડીને તપાસ આદરી છે.
રેલ્વેના ટોચના ભ્રષ્ટ અધિકારીઓ સીબીઆઈના સકંજામાં સપડાટા રેલવે તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. સીબીઆઈએ પાડેલા દરોડામાં રેલ્વેના બે ડેપ્યુટી ચીફ મટીરિયલ મેનેજર સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રેલ્વે તંત્રના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા માટે સીબીઆઇએ 12 સ્થળોએ દરોડા પાડીને તપાસ આદરી છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ડેપ્યુટી ચીફ મટીરિયલ મેનેજર (ઇલેક્ટ્રિકલ), મટીરિયલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, સેન્ટ્રલ રેલવે, મુંબઈ, ડેપ્યુટી ચીફ મટીરિયલ મેનેજર, (કોચિંગ), મટીરિયલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, વેસ્ટર્ન રેલવે (HQ), મુંબઈ, સિનિયર મટીરિયલ મેનેજર, વેસ્ટર્ન રેલવે અને ખાનગી કંપનીઓની બે વ્યક્તિઓને ત્યાં દરોડા પાડીને અલગ-અલગ લાંચ કેસમાં ધરપકડ કરી છે.
આ ઉપરાંત વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડેપ્યુટી ચીફ મટિરિયલ મેનેજર, મટિરિયલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, સેન્ટ્રલ રેલવે, મુંબઈએ ગ્રેટર નોઈડા (યુપી) સ્થિત ખાનગી કંપનીના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે ભેટની માંગ છે. મુંબઈ અને વિવિધ ખાનગી કંપનીઓ સામગ્રીની પ્રાપ્તિ/સપ્લાય માટે આ કંપનીને ટેન્ડર આપવા માટે પ્રકારની લાંચની માંગ કરવામાં આવી હતી.
મુંબઈ, કોલકાતા, ગ્રેટર નોઈડા, જમશેદપુર, અમદાવાદ અને વડોદરા સહિત લગભગ 12 સ્થળોએ આરોપીઓના સંકુલમાં સર્ચ કરવામાં આવ્યું હતું.
(તમામ સ્ત્રોત નવી દિલ્હી)