ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
આજે પોષ સુદ બારસ તા.૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિર સહીત વિવિધ મંદિરોમાં રોશની કરવામાં આવી હતી.
માતાજી મંદિરમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ પણ ઉત્સવમાં જોડાયા હતા. સાથે કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર, જલારામ મંદિર,
હનુમાનજી મંદિર સહિત અન્ય મંદિરોમાં દિપ પ્રાગટય તથા મહાઆરતી કરીને સમગ્ર શહેરને રામમય બનાવીને અયોધ્યાના ઉત્સવને વધાવ્યો હતો.
જ્યારે સંમગ્ર ખેડબ્રહ્મા શહેરના રસ્તાઓ પર રોશની કરવામાં આવી હતી અને ઘરે ઘરે દિવા પ્રગટાવીને ફરી એક વાર દિવાળીનો ઉત્સવ ઉજવાયો હતો.
જ્યારે માણેકચોક માં ડીજેના તાલે આતશબાજી કરવામાં આવી હતી.