ધાર્મિક
ખેડબ્રહ્મા શહેરમાં ચેટીચાંદની ઉજવણી કરાઈ
શહેર તથા તાલુકામાંથી સિંધી સમાજ ના લોકો રહ્યા ઉપસ્થિત
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા શહેરમાંથી ચેટીચાંદના તહેવાર નિમિત્તે સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની જ્યોત પ્રગટાવીને શહેરમાં જ્યોત સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો અને બાળકો તેમજ અગ્રણીઓ જોડાયા હતા. સિંધી સમાજે જ્ઞાતિબંધુઓને સવારે નવા વર્ષની શુભેચ્છા
પાઠવી હતી અને સમાજના અગ્રણીઓ અને મહિલાઓએ ભગવાન ઝૂલેલાલને સૌના કલ્યાણ અને સહકાર માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શહેરના
વહેપારીઓ દ્વારા સિંધી સમાજના અગ્રણીઓનું સ્વાગત કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવાઈ હતી.
જયારે સિંધી સમાજ દ્રારા ખેડબ્રહ્મા શહેરના મુખ્ય બજારમાં પ્રસાદ વિતરણ કરાયો હતો.