સહાય

આંતરસુંબામાં પીએમ જનમન કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાને અન્ય રાજયના લાભાર્થીઓ સાથે સંવાદ કયોઁ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

 

સાબરકાંઠા જીલ્લાના વિજયનગરના આંતરસુંબા પ્રાથમિક શાળા ખાતે પીએમ જનમન કાર્યક્રમ સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો. જ્યારે લાભાર્થીઓ ને કીટ વિતરણ કરાઈ હતી અને એમ્બ્યુલન્સનુ લોકાપર્ણ કરાયુ હતુ.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરીને કાયઁક્રમની શરુઆતમાં સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર વી.આર.સક્સેનાએ કયુઁ હતુ.

પીએમ જનમન કાયઁક્રમમાં સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે કુદરતના ખોળે વસતા બાંધવોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી કાર્યો કરવામાં આવી રહ્યા છે. વન બંધુ કલ્યાણ યોજના જેવી

યોજનાઓ થકી આદિવાસી લોકો માટે વિકાસના કાર્યો કર્યા છે. અંધશ્રદ્ધામાંથી બહાળ નીકળીને બીમારીની યોગ્ય સારવાર અર્થે આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભ આપવામાં આવી રહ્યા છે.

જયારે જીલ્લા કલેક્ટર નૈમેષ દવેએ જણાવ્યું હતું કે,

સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના 10 ગામોમાં આદિમ જૂથ કાથોડી સમાજના 260 પરિવારો વસવાટ કરે છે. આદિમજુથોનો વિકાસ થાય અને તેઓ મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સાબરકાંઠા જીલ્લામાં IEC

Campaign શરૂ કરવામાં આવ્યું છે. કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ તેમજ આરોગ્ય તપાસ જેમાં સિકલસેલ – ટી.બી.નું સ્કિંનિંગ, નોન કોમ્યુનિકેટેડ ડિઝીઝનું સ્ક્રીનિંગ કરાયુ હતું. તેમજ લાભાર્થીઓને યોજનાકીય લાભ વિતરણ કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમના સાંસદ દિપસિંહ રાઠોડના હસ્તે બાળકો માટે આંગણવાડીનું ઈ- ખાતમુહૂર્ત તથા મહાનુભાવોના હસ્તે આરોગ્ય અર્થે મોબાઈલ હેલ્થ યુનિટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના પીએમ જનમન કાર્યક્રમ સાથે વર્ચુઅલ જોડાઈ કાર્યક્રમ નિહાળ્યો હતો.આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કાથોડી આદિમ જૂથના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા અને લાભાર્થી દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય રમણલાલ વોરા, પીએમ જનમન અભિયાનના જીલ્લા કોઓર્ડીનેટર રામ નારાયણ, નિવાસી અધિક કલેકટર ક્રિષ્ના વાઘેલા,

ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી વંદના પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ તેમજ અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Back to top button
error: Content is protected !!