ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ઈન્ડીયન મેડીકલ એસોસીએશન ખેડબ્રહ્મા શાખા દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ર્ડાક્ટરો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન ખેડબ્રહ્માની આરડેક્તા ઈન્સ્ટીટયુટ ખાતે યોજવામાં આવ્યુ હતુ.
જેમાં મોડાસા, હિંમતનગર, ઈડર, વિજાપુર, ભિલોડા, ખેડબ્રહ્મા શહેરના ડૉક્ટરોની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં હિંમતનગર અને ઈડરના ડૉક્ટર ટીમ વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી
જયારે હિંમતનગરની ટીમ વિજેતા બનતાં આરડેક્તા ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર આર.ડી.પટેલ ના હસ્તે સુવર્ણ કપ એનાયત કરવામાં આવ્યો હતો.
ખેડબ્રહ્મા શહેરના ડૉ. અશ્વિન ગઢવી, ડૉ.કિશોર તરાલ, ડૉ. ભૂપેન્દ્રભાઈ પટેલ, ડૉ.એમ.પી.પટેલ, ડૉ.કિંઝલ સોલંકી સહિતના ડૉક્ટરોએ ક્રિકેટ મેચનુ સફળ મેનેજમેન્ટ કયુઁ હતુ.