ખેડબ્રહ્મામાં શીતળા માતાજીના દશઁન કરવા માટે ભકતોની લાગી લાઈન
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજ શ્રાવણ વદ સાતમ એટલે શિતળા સાતમનો તહેવાર છે, આજે વહેલી સવારથી શીતળા માતાજીના દશઁન કરવા માટે ભકતો વહેલી સવારથી લાઈન લગાવી હતી.
આજે શીતળા સાતમનો તહેવાર હોવાથી સમગ્ર ઉત્તર ગુજરાત સહીત સાબરકાંઠા જીલ્લામાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. રાંધણ
છઠના દિવસે અવનવી રસોઈ બનાવેલી હોય તે આજે શીતળા સાતમના દિવસે વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરીને માતાજીના દશઁન કરીને ઠંડુ ખાવાનો મહીમા છે. સાથે નાના બાળકોને કંકુથી રોળવામાં
આવે છે એટલે બાળક બીમારીથી દૂર રહે છે તેવુ પુરાણોમાં કહ્યુ છે. અંબાજી રોડ પર ખેતરમાં આવેલ શીતળા માતાજીના મંદિરના શિખર પર ઠાકોર પરિવાર દ્રારા ધજા ચડાવવામાં આવી હતી. વષોઁથી ખેતરમાં
થી મંદિર સુધી જવાતુ હતુ પણ હવે ખેતર માલીક દ્રારા શોપીંગ સેન્ટર બનાવેલ છે સાથે ભક્તોને આસ્થાની ઠેસ ના પહોચે તે માટે હાઈવે રોડથી શોપીંગ સેન્ટરની બાજુમાં જ મંદીર સુધી આરસીસી રોડ બનાવીને આમ જનતાના આશિર્વાદ મેળવ્યા હતા.
ખેડબ્રહ્મા તાલુકામાં આ મંદિર મોટુ હોવાથી ભકતો માતાજીના દશઁને આવ્યા હતા અને હજુ વહેલી તકે વરસાદનુ આગમન થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
શીતળા માતાજી મંદિરના નવીન કામ માટે હાલ કાયઁરત વ્યવસ્થાપક સમિતીના દિગ્વિજયસિંહ રાઠોડ, નટવરભાઈ પટેલ, હરેશ રામી, ભીખાભાઈ પટેલ તથા મંદિરના પુજારી નરેશભાઈ, મીનાબેન રાવલ, પદમાબેન રાવલ તથા સુમિત્રાબેન તમામે મંદિરના વિકાસ માટે મહેનત કરી રહ્યા છે.