લોકાપઁણ

જીલ્લા પંચાયત દ્રારા ઈ-રીક્ષા અને ટ્રેકટરનુ લોકાપર્ણ કરાયુ : દેરોલ તથા રોધરાનો સમાવેશ કરાયો

રાજ્યસભા સાંસદ રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સાબરકાંઠા જીલ્લા પંચાયત હિંમતનગર ખાતે ૧૫ મા નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગત ઈ-રીક્ષા અને ટ્રેકટરનુ ગ્રામ પંચાયતને લોકાપર્ણ કરાયુ

હતુ. જ્યારે લક્ષ્મીપુરા જીલ્લા પંચાયતના સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણને ફાળવેલી ગ્રાન્ટમાંથી દેરોલ અને રોધરા ગ્રામ પંચાયતને ૧-૧ ટ્રેકટર અપઁણ કરાયુ હતુ સાથે જીલ્લાની અન્ય ગ્રામ પંચાયતોને ઈ-રીક્ષા તથા ટ્રેકટરની ફાળવણી કરવામાં આવી હતી તેવુ જીલ્લા પંચાયતના સુુત્રોએ જણાવ્યુ હતુ.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, જીલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ, જીલ્લા પંચાયતના મહિલા અને બાળવિકાસ સમિતીના પૂર્વ ચેરમેન રેખાબા ઝાલા, સિંચાઈ વિભાગ ચેરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, દંડક અમરતભાઈ પટેલ, પુર્વ ન્યાય સમિતિ ચેરમેન દશરથ ભાઈ પરમાર તથા અન્ય સદસ્યોએ લીલી ઝંડી આપી હતી.

Back to top button
error: Content is protected !!