હાટઁ પેશન્ટ માટે ગરમ પાણી પીવુ ફાયદાકારક : હેલ્થ એક્સપર્ટ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
જો તમે હ્રદય રોગથી પીડિત છો તો તમે દરરોજ 1 થી 2 કપ ગરમ પાણી પી શકો છો. આ ગરમ પાણી રક્ત પરિભ્રમણ પર ખૂબ સારી અસર કરે છે. શિયાળામાં લોકો મોટાભાગે નવશેકું પાણી પીવે છે, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે હૃદયના દર્દીઓએ ઉનાળામાં પણ નવશેકુ પાણી પીવુ જોઈએ તેનાથી તેમના હૃદયની તંદુરસ્તી સુધરે છે. ગરમ પાણી પીવાથી શરીરનુ તાપમાન જળવાઈ રહે છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનુ માનવુ છે કે, હૃદય રોગના જોખમને દૂર કરવા માટે સવારે ખાલી પેટે નવશેકુ પાણી પીવુ જરૂરી છે તેનાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. આજકાલ યુવા વર્ગ અનેક રોગોમાંથી પસાર થઈ રહ્યો છે માત્ર વૃદ્ધોને જ નહી પરંતુ યુવાનોને પણ હાર્ટ એટેકની સમસ્યા થાય છે, આવી સ્થિતિમાં ગરમ પાણી પીવાના શું ફાયદા છે. તમે પણ જાણશો કે હૂંફાળું પાણી પીવાથી હૃદયની તંદુરસ્તી કેવી રીતે સુધારી શકે છે ? ગરમ પાણી પીવુ સ્વાસ્થ્ય માટે સારુ છે. જો તમને શરદી અને ઉધરસ સંબંધિત સમસ્યા હોય તો પણ તમે ગરમ પાણી પી શકો છો.
તેનાથી હૃદયનુ સ્વાસ્થ્ય સારુ રહે છે. ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. એક રિપોર્ટ મુજબ જ્યારે આપણે ગરમ પાણી પીએ છીએ ત્યારે આપણું રક્ત પરિભ્રમણ ઘણું સારું થઈ જાય છે. બ્લડ પ્રેશરને હૃદયના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે. જો તમે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માંગો છો તો તમારે સવારે ખાલી પેટે નવશેકુ પાણી પીવુ જોઈએ. તેનાથી હૃદય સંબંધિત બીમારીઓનુ જોખમ ઓછુ થશે.