
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
દિવાળી વેકેશન ને ૨૧ દિવસ પુરા થતાં જ શૈક્ષણિક કાર્યના બીજા સત્રની આજથી શરુઆત થતાં વિધાથીઁઓ દફતર સાથે હાજર થઈ ગયા હતા.
જ્યારે શિક્ષકોએ તેમની ફરજ પર રાબેતા મુજબ પ્રથમ દિવસથી શિક્ષણ કાર્યની શરુઆત કરી દેતાં તમામ પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલો ધમધમતી થઈ ગઈ હતી. જ્યારે યુનિવર્સિટીઓ, કૉલેજનુ શૈક્ષણિક કાયઁ તા.૧ ડિસેમ્બર થી રાબેતા મુજબ ચાલુ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ સત્રની પરિક્ષા આપી દીધા બાદ પરિણામ પણ દિવાળી પહેલાં જ આપી દેવાયાં હતા એટલે હવે સ્ટેશનરી વાળાઓને પણ હવે ઘરાકી ખુલશે.