યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયુ
પ્રમુખ તથા ટ્રસ્ટીના હસ્તે ઘટ સ્થાપન કરાયુ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ભક્તિ, શક્તિ અને આરાધનાનુ પવઁ એટલે નવરાત્રિ. આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થતાં યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી સમક્ષ ઘટ સ્થાપન કરવામાં આવ્યુ હતુ અને આજથી નવલા નોરતાની શરુઆત થતાં રાત્રે એક કલાક ખેલૈયાઓ ગરબે ગુમશે.
અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જયદિપસિંહજી રાઠોડના યજમાન પદે માતાજી મંદિરના મુખ્ય મંદિરમાં શોષોપચાર મંત્રોચ્ચાર થકી અંબિકા માતાજી સમક્ષ ઘટસ્થાપન કરવામાં આવ્યુ હતુ સાથે ટ્રસ્ટી પ્રવિણસિંહ સોલંકી પણ જોડાયા હતા. જવારા વાવીને નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે તેવુ વિધ્વાન શાસ્ત્રી દશરથભાઈ પુજારીએ જણાવ્યુ હતુ.
આસો નવરાત્રીની જેમ આજે પણ ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના દશઁન કરવા માટે સુરત, અંકલેશ્વર, વડોદરા અને અમદાવાદ તેમજ અન્ય સ્થળોએથી ભક્તોનો ધસારો રહ્યો હતો.