આંદોલન
ખેડબ્રહ્મા નગરપાલિકાના કમઁચારીઓ એ ચીફ ઓફિસર અને ધારાસભ્યને આવેદનપત્ર આપ્યુ
પડતર માગણીઓને લઈને આપ્યુ આવેદનપત્ર

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
અખિલ ગુજરાત નગરપાલિકા કમઁચારી મહામંડળ દ્રારા રાજયની તમામ નગરપાલિકાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે આંદોલન શરુ કયુઁ છે.
જે અંતર્ગત આજે ગુરુવારના રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાના કમઁચારીઓ એ ગુરુવારના રોજ ચીફ ઓફિસર એસ.સી.રતાણી અને આજે શુક્રવારે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીને
આવેદનપત્ર આપ્યુ હતુ અને કમઁચારી મંડળના પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમારે જણાવેલ કે અમારી માગણીઓ નહી સંતોષાય તો આવનારા સમયમાં આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે આવેદનપત્ર આપવા તમામ કાયમી કમઁચારીઓ જોડાયા હતા.