
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા દ્રારા તાજેતરમાં તમામ આઠેય તાલુકાના પીએસઆઈ ની આંતરિક બદલી કરાતાં ખેડબ્રહ્મા પીએસઆઈ આર.જે.ચૌહાણ ને વિદાય અપાઈ હતી.
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના સાથી કમીઁઓ એ માતાજીનો ફોટો તથા શાલ તેમજ નાાળિયેર આપી શુકન કરાવ્યા હતા.
ખેડબ્રહ્મા પીએસઆઈ આર.જે.ચૌહાણ ની બદલી જીલ્લા એસ.ઓ.જી. હિંમતનગર ખાતે બદલી કરવામાં આવતાં આજે તેમનો વિદાય સમારંભ યોજીને ડીજેના તાલે વિદાય અપાઈ હતી.
જ્યારે તલોદ પીએસઆઈ અજુઁન જોષી ની ખેડબ્રહ્મા ખાતે બદલી થતાં તેઓ હાજર થયા હતા.
આ પ્રસંગે વિષ્ણુભાઈ, પરેશભાઈ, મનહરભાઈ, પ્રકાશભાઈ, ક્રિષ્નાબેન સહીત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના
તમામ પોલીસ કમીઁઓ અને ટીઆરબી સ્ટાફ તેમજ ખેડબ્રહ્મા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.