ખેડબ્રહ્મા ખાતે નિ:શુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
૧૮૬ દિવ્યાંગજનોને રૂ.૧૯.૨૪ લાખના સહાયક સાધનો અપાયા
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળની એડીપ યોજના હેઠળ ભારતીય કૃત્રીમ અંગ નિર્માણ નિગમ (એલીમ્કો) ભારત સરકારનું સાર્જનીક ક્ષેત્રનુ સાહસ છે. જે દિવ્યાંગ લોકો માટે કૃત્રિમ અંગો અને દિવ્યાંગતામાં સહાયક બને તેવા સાધનોનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે.
અગાઉ સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાઓમાં એલીમ્કો અને જીલ્લા વહિવટી તંત્ર દ્વારા મૂલ્યાંકન કેમ્પ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે વિતરણ કાર્યક્રમમાં કુલ ૧૮૬ દિવ્યાંગજનો હાજર રહ્યા હતા. તેમની દિવ્યાંગતા પ્રમાણે વિવિધ રૂ.૧૯.૨૪ લાખના ૨૨૮ દિવ્યાગતાંમા સહાયક સાધન
વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દિવ્યાંગજનોની શારીરિક દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તે અર્થે ટ્રાઇસીકલ, વ્હિલચેર, કાખઘોડી, કાનનું મશીન, બ્લાઇન્ડ ફોલ્ડિંગ સ્ટીક, એમ.એસ.આઈ.ડી.કીટ, કૃત્રિમ અંગો, કેલીપર્સ, ઈલેક્ટ્રીક મોટર સાઇકલ, મોબાઇલ ફોન વગેરે વિવિધ 22 પ્રકારના સાધન નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ કેમ્પમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલ, બીઆરસી કૉ.ઓડિઁનેટર પીયુષ જોષી તથા વિવિધ અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.