ખેડબ્રહ્મા નગરપાલિકા કક્ષાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ભવ્ય સ્વાગત કરાયુ
શેઠ કે.ટી.હાઈસ્કૂલમાં યોજાયો કાયઁક્રમ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી સાથે જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં શહેરીજનોદ્વારા રથનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સિનીયર કે.જી 1-2 ની નાની બાળાઓ દ્રારા સ્વાગત નૃત્ય ગીત રજૂ કરાયુ હતુ. કાયઁક્રમની શરુઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો.
નગરપાલિકાના ચીફ ઓફીસર સાવન રતાણીએ સ્વાગત પ્રવચન થકી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ચિતાર આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો અને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2047 ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના શપથ લીધા હતા તથા લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયુ હતુ.
આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે સેવાસેતુ કાયઁક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં અરજદારોનો મોટા પ્રમાણમાં ધસારો રહ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, મામલતદાર એન.ટી.પરમાર, ચીફ ઓફીસર સાવન રતાણી, જીલ્લા ભાજપ મંત્રી મીનાબેન જોષી, શિક્ષણ સમિતીના ચેરમેન હિમાંશુ નીનામા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રીઓ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રશાંત પટેલ સહીત
અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આભારવશ નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ પરમારે કરી હતી, સમગ્ર કાયઁક્રમનુ સંચાલન ખેતીવાડી કમઁચારી વાસુભાઈ પટેલે કયુઁ હતુ.