મિટીંગ

ખેડબ્રહ્મા ઓટો રિક્ષા એસોસિએશનની જનરલ મિટીંગ મળી

ગુજરાત ઓટોરિક્ષા ફેડરેશનના મહામંત્રી તથા સાબરકાંઠા જીલ્લા પ્રમુખ રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

ખેડબ્રહ્મા ઓટો રિક્ષા એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ ની વાષિઁક જનરલ મિટીંગ ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના મહામંત્રી સાજીદ મકરાણીના અધ્યક્ષ સ્થાને સોમનાથ મહાદેવ મંદિરના હોલમાં યોજાઈ હતી.

અધ્યક્ષ સ્થાનેથી સાજીદ મકરાણીએ ઉપસ્થિત રિક્ષા ચાલકોને જણાવેલ કે, દિવસે ને દિવસે મોટર વ્હીકલના કાયદામાં બદલાવ આવતો રહે છે એટલે દરેક રિક્ષા ચાલકે

રિક્ષાનો વીમો, પાસિઁગ અને ડ્રાઈવીંગ લાઈસન્સ ફરજીયાત હોવુ જરુરી છે જેથી પોતાની તથા પોતાના પરિવારની પણ સુરક્ષા જળવાઈ રહે છે.

જ્યારે ખેડબ્રહ્મા રિક્ષા એસોસિએશન ના પ્રમુખ પોપટ સોલંકીએ જણાવેલ કે ખેડબ્રહ્મા શહેર એ યાત્રાધામ ગણાય છે જેથી દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધતી રહી

છે એટલે રિક્ષા ના સ્ટેન્ડ માટે ભૂતકાળમાં ખેડબ્રહ્મા નગરપાલિકા, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, વાહન વ્યવહાર મંત્રી, મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપી ને રજૂઆત કરી છે પણ હજુ સુધી રીક્ષા સ્ટેન્ડ મળી શક્યુ નથી તો આ બાબતે ફરીથી સરકારને વિનંતી કરી હતી.

આ જનરલ મિટીંગ માં પાલનપુરવાળા સાજીદ મકરાણી, સાબરકાંઠા જીલ્લા ઓટો રિક્ષા એસોસિએશન પ્રમુખ

સુરેશભાઈ, ખેડબ્રહ્મા ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ પોપટભાઈ, મંત્રી રમણભાઈ વણકર, શૈલેષ પટેલ, શાંતિલાલ પટેલ તથા રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!